Grab the discounts and offers while the stocks last

SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue

અંક નં. ૩૫૫ | એપ્રિલ, ૨૦૨૪

Cover story

ઇસરોના 'ગગનયાન' પ્રોજેક્ટ યાદ અપાવે છે સમાનવ અવકાશયાત્રાનાં જોખમો, જેમણે
21 સાહસિકોનો ભોગ લીધો છે.

એક વાક્ય મનોમન બોલો : ‘સમાનવ અવકાશયાત્રામાં ડગલે ને પગલે જોખમો હોય છે.’ હવે ફરી મનોમન બોલો : ‘સમાનવ અવકાશયાત્રામાં ડગલે ને પગલે જોખમો હોય છે’ એક વાક્ય ‘સફારી’ તરફથી : ‘૧૯પ૦ના દસકાનાં અંતિમ વર્ષોમાં સમાનવ અવકાશયાત્રા યોજવાનો નવો યુગ શરૂ થયા પછી આજ સુધીમાં ર‍૧ અવકાશયાત્રીઓ તેમની યાત્રા દરમ્યાન પ્લસ યાત્રાની તાલીમ દરમ્યાન માર્યા ગયા છે. વાસ્તવિક આંકડો કદાચ ઓર મોટો હોય, કેમ કે રશિયાનો યુરી ગાગરિન એપ્રિલ ૧ર, ૧૯૬૧ના રોજ સર્વપ્રથમ અવકાશયાત્રી બન્યો તે પહેલાં ગુપ્તતાના લોખંડી પડદા / iron curtain પાછળ રહેલા તે દેશના કેટલાક અવકાશયાત્રીઓ ગોઝારા જોખમોનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે. કોઇ ઠોસ પુરાવો નથી, છતાં વાત નકારી કાઢવા જેવી પણ નથી.

ઇસરોએ એક કહેતાં અનેક જોખમોને ધ્યાનમાં લેતાં સંભવિત આપત્તિના સમયે ત્રણ અવકાશયાત્રીઓને હેમખેમ ઉગારી લેવા ખાસ આયોજન કર્યું છે. ઉગારવાના રિહર્સલ માટે Gaganyan TV-D1 Mission નામે જુદો પ્રોજેક્ટ તૈયાર કર્યો અને ઓક્ટોબર ર૧, ર૦ર૩ના રોજ સફળ રીતે ચકાસ્યો પણ ખરો. આના માટે પ્રવાહી બળતણ ધરાવતું સિંગલ-સ્ટેજ રોકેટ બનાવ્યું.

More interesting articles

₹ ૫૫ કરોડનો ગોઝારો પ્રશ્ન

૧૯૪૭માં દેશના ભાગલા પાડવાનું નક્કી થયું એ વખતે મુહમ્મદ અલી ઝીણાએ તેમના મજહબી (ફક્ત ધર્મ પર આધારિત) દેશની પ​શ્ચિમ તથા પૂર્વ એમ બે પાંખોને જોડતો ભૌગોલિક corridor / પટ્ટો માગ્યો. ઝીણાએ માગણી મે ર૧, ૧૯૪૭ના રોજ મૂકી, એટલે ભાગલા પડવા આડે પંચ્યાશી દિવસ બાકી હતા. માગણી વાહિયાત હતી. લંબાઇમાં ૧,ર૦૦ કિલોમીટરનો અને પહોળાઇમાં પ૦ કિલોમીટરનો કોરિડોર ભારત સોંસરવો પસાર થાય તો એ ‘રહ્યાસહ્યા’ ભારતને વળી બે ટુકડે વહેંચી નાખે. ભારતને બોડી બામણીના ખેતર જેવું સમજતા ઝીણાએ વળી આગ્રહ પકડ્યો કે સુએઝ નહેરની જેમ પ​શ્ચિમ-પૂર્વ કોરિડોરને આંતરરાષ્ટ્રીય વહીવટ નીચે મૂકવો જોઇએ.

ઓપ્ટિકલ ફાઇબર

થોડા મહિના પહેલાં (ફેબ્રુઆરી, ર૦ર૪માં) રાતા સમુદ્રના તળિયે પથરાયેલા ઓપ્ટિકલ ફાઇબરના ચાર કેબલ વારાફરતી કપાયા અને તેમના દ્વારા વહેતો ૯૭% જેટલો ઇન્ટરનેટ ટ્રાફિક અટકી જવા પામ્યો. ચાર કેબલ અનુક્રમે SEACOM, TGN, Africa Asia Europe-One તથા Europe India Gateway હતા. (TGN કેબલ તાતા કમ્યૂનિકેશનને હસ્તક છે.) ઇન્ટરનેટનો ટ્રાફિક તે ભંગાણ પછી બીજા કેબલ તરફ વાળવામાં આવ્યો. ઇઝરાયેલે રાતા સમુદ્ર દ્વારા પસાર થતા જહાજો પર હુમલા કરનાર ઇસ્લામી હૂથી / Houthi જૂથને કેબલના ભંગાણ માટે જવાબદાર ગણાવ્યું, પણ હૂથીના પ્રવક્તાએ તે કારસ્તાન હૂથી સંગઠનનું હોવાનો ઇન્કાર કર્યો.

આત્મનિર્ભર ભારતનું AGNI-5

માર્ચ ૧૧, ર૦ર૪ની તારીખે ભારતે MIRV ક્ષમતાનું Agni-5 મિસાઇલ લોન્ચ કર્યું. મિશન સફળ રહ્યું. ભારત દુુનિયાનો છઠ્ઠો એવો દેશ કે જે એક મિસાઇલ એક નહિ, પણ દુશ્મનનાં ત્રણ નિશાનોને સપાટામાં લે. પાકિસ્તાન અને ચીન બેઉ દેશોએ ભારતે હાંસલ કરેલી MIRV ટેકનોલોજીની ગંભીર નોંધ લીધી.

બીજો પ્રસંગ, જેની તારીખ ફેબ્રુઆરી ૧પ, ર૦૧૭ છે. ઇસરોએ તે દિવસે PSLV-C 37 રોકેટ વડે સામટા ૧૦૪ ક્યૂબ સેટેલાઇટને એક પછી એક કરીને પૂર્વનિર્ધારિત જુદી જુદી ભ્રમણકક્ષાઓમાં ‘તરતા’ મૂક્યા. ઉપરાંત ૭૦૦ કિલોગ્રામ વજનના Cartosat-2 ઉપગ્રહને પણ તેની નિયત ભ્રમણકક્ષામાં ફરવા મુક્ત કર્યો.

Notice

Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps.
If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.

Android version

iOS version

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options