Grab the discounts and offers while the stocks last

SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue

અંક નં. ૩૫૪ | માર્ચ, ૨૦૨૪

Cover story

કેવા છે જગતના ટોપ 10 માં ટોપ ગણાતા ભારતીય નૌકાદળના MARCOS કમાન્ડો?

અમેરિકાના Force તથા Combat એમ બે મેગેઝિનોએ કેટલાક મહિના પહેલાં ગુણવત્તાના દરે જગતના પ્રથમ ૧૦ Special Forces ની સૂચિ પ્રગટ કરી, જેમાં પહેલો નંબર અમેરિકાના Navy SEALS / Sea, Air and Land ને આપ્યો. સાથોસાથ ભારતીય નૌકાદળના MARCOS કમાન્ડો યુનિટને એ જ પાયરીએ મૂક્યું.

અમેરિકાના તથા ભારતના એ બન્ને Special Forces માં ચડિયાતું યુનિટ કયું તે નક્કી કરવું મુશ્કેલ છે. બધાં કમાન્ડો મિશનો એકસરખાં હોતાં નથી. કોઇ એક મિશનને પારાશીશી ગણી ન શકીએ. જો કે અમુક નિરીક્ષકો Navy SEALS ને પ્રથમ દરજ્જાનું લેખાવે છે, જ્યારે બીજી તરફ સંયુક્ત ક્વાયત વખતે MARCOS ના જવામર્દોને અપાતી કઠોર તાલીમમાંથી Navy SEALS ના ઘણા કમાન્ડો પાર ન ઉતર્યા એવા પણ સમાચાર છે. એ જ રીતે Navy SEALS ના અમુક કોઠાઓ ભેદવામાં MARCOSને આપદા પડી હોવાનું કહેવાય છે. કોની તરફેણમાં ચુકાદો આપવો તે ખરેખર તો અંગત મંતવ્યનો સવાલ છે. વાસ્તવમાં બેયને સરખેસરખા ગણો તો ખોટું નથી. ગમે તેમ, પણ અમેરિકન SEALS સાથે ભારતીય MARCOS ૧૦ થી ૧ની સૂચિમાં ટોચના સ્થાને છે.

More interesting articles

ખાસ ગણાતું ખગ્રાસ સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણને આપણે ત્યાં ઘણાં બધાં ‘આ કરવું અને આ ન કરવું’નાં સૂતકો સાથે જોડી દેવાયું છે. દાખલા તરીકે ગ્રહણ વખતે બેક્ટીરિઆ એકદમ સક્રિય થાય છે, એટલે ત્યારે ખાવું નહિ. રાંધવું પણ નહિ. પાણી સુધ્ધાં ન પીવું તે વળી બીજી પાબંદી છે.

ગ્રામ્યવિસ્તારોમાં તો ઘડામાં ભરેલું પાણી ઢોળી નાખવાનું પણ વલણ આજેય ચાલુ છે. અતિશય તરસ લાગી હોય તો ગરમ પાણીમાં તુલસીરસનાં ૬ થી ૧૦ ટીપાં ભેળવીને પી શકાય છે. ગ્રહણ છૂટ્યા પછી ભોજન લેવામાં વાંધો નહિ, પરંતુ બે કલાક વીત્યા બાદ જ પેટપૂજા કરવી જોઇએ.

યુગપુરુષ નરસિંહ રાવ

આજથી સત્તર વર્ષ પહેલાં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે ભારતને આર્થિક ગુલામીમાંથી મુક્ત કરાવ્યા વિશે ‘સફારી’ એ સચિત્ર લેખ પ્રગટ કર્યો હતો અને તેમણે લાગુ પાડેલા આર્થિક સુધારાઓની વિગતવાર માહિતી આપી હતી. આ સુધારાઓનું કોંગ્રેસનાં વિદેશી મહારાણીને એવું જલદ રિએક્શન આવ્યું કે એ યુગપુરુષના અવસાન પછી તેમનો મૃતદેહ પણ AICCની કચેરીએ લાવવા ન દીધો.

નરસિંહ રાવનો વાંક એ કે પિસ્તાલીસ વર્ષ સુધી આર્થિક ગુલામી વેઠતા ભારતીય પ્રજાજનોના નસીબ આડેનો પાણો ખસેડવા જતાં તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવી કોંગ્રેસનો પાયો હચમચાવી નાખ્યો.

માનવશરીરમાં બેક્ટીરિઆ

એક સરખામણી મુજબ આપણે ૧% મનુષ્ય છીએ અને ૯૯% બેક્ટીરિઆ છીએ. કેવું લાગ્યું વાક્ય? તુચ્છ ધારી લેવાયેલા બેક્ટીરિઆની તુલનાએ આપણને બે કોડીના ઠરાવી દે તેવું છે. જો કે વૈજ્ઞાનિક રીતે સાચું છે, માટે આપણે મનુષ્યોએ નાકલીટી તાણીને સ્વીકારી લેવું રહ્યું. સરેરાશ બેક્ટીરિયમનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે નરી આંખે તેને દેખી ન શકીએ. (બહુવચન : બેક્ટીરિઆ; એકવચન : બેક્ટીરિયમ.) વજન ૧ ગ્રામના ૧,૦૦૦ અબજમા ભાગનું, એટલે ‘વજન’ શબ્દ પણ જરા વધુ પડતો છે. સરેરાશ બેક્ટીરિયમ માંડ વીસેક મિનિટ જીવે, પણ સંખ્યાબળના પ્રતાપે બેક્ટીરિઆનો પ્રભાવ અસાધારણ હોય છે.

Notice

Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps.
If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.

Android version

iOS version

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options