સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ ભરી ચૂકેલા વાચકો તેમના યુઝર નેમ અને પાસવર્ડ થકી સફારીની સંપૂર્ણ વેબસાઇટ એટલે કે પાછલા અંકો, ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણી શકે છે.

જે વાચકોએ ડિજિટલ એડિશનનું લવાજમ નથી ભર્યું, છતાં તેઓ ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણવા માગે છે તેઓ પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ વાપરીને અહીં લોગઇન કરે. લોગઇન કર્યા પછી આપ આપનો પાસવર્ડ તેમજ પ્રોફાઇલ માય એકાન્ટમાં બદલી શકો છો.

રજીસ્ટર્ડ યુઝર્સ

Fields in RED are mandatory
Forgot Password?

નવા ગ્રાહકો અહીં રજીસ્ટર કરે

સફારીની વેબસાઇટ પર રજીસ્ટર્ડ નથી ?
તો આજે જ રજીસ્ટર થઇ વેબસાઇટના વિવિધ વિભાગો માણો.

Safari magazine the amazing resource of knowledge
Screen Reader Access Accessibility & Usability options & help Decrease text size Normal text size Increase text size Standard Contrast View High Contrast View
 
હોમ > 'સફારી' વિશે

સિનેમા, રાજકારણ, વ્યાપાર અને વાણિજ્ય, પર્યટન, ઓટોમોબાઇલ, ફેશન, ગેલગપાટાં વગેરે વિષયો પર એક માગો ને અડધો ડઝન જોવા મળે એટલાં સામયિકો આપણે ત્યાં પ્રગટ થાય છે. બીજી તરફ, વિજ્ઞાન, ટેક્નોલોજિ, હોબી, બ્રહ્માંડ, ઇતિહાસ, પર્યાવરણ, જીવસૃષ્ટિ વગેરે વિષયો પર સારૂં સામયિક શોધ્યું જડતું નથી, એટલે આ રસપ્રદ વિષયોમાં રસ ધરાવતા વાચકે કાં તો પોતાનું મન વાળવું પડે છે અથવા તો નાણાંકીય રીતે સદ્ધરતા તે ભોગવતો હોય તો ઊંચી કિંમતના વિદેશી સામયિકો તેણે વસાવવાનાં થાય છે. અલબત્ત, માતૃભાષામાં પોતાના મનપસંદ વિષયનું સામયિક વાંચવાનો તેનો અભરખો તો એ પછીયે પૂરો થઇ શકતો નથી.

આ સ્થિતિ આપણે ત્યાં આજકાલથી નહિ, વર્ષોથી છે. વળી યથાવત્ છે. બિનજરૂરી તેમજ નિરર્થક વાંચનસામગ્રીનો છપ્પન ભોગ ધરવામાં આવે છે, જ્યારે સારૂં અને સુપાચ્ય વાંચન મેળવવા માટે જ્ઞાનપિપાસુ વાચકે અનેક એકાદશી કરવી પડે છે. આ જાતનો ભૂખમરો અંગ્રેજી બરાબર ન જાણતા (અગર તો અંગ્રેજીમાં લખાયેલા ટેક્નિકલ શબ્દોને સમજવામાં મુશ્કેલી અનુભવતા) વાચકના ભાગે તો વિશેષ આવે છે. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનો અવસર તે ગુમાવતો રહે છે. પરિણામે લાંબે ગાળે એક સારો વિચારક (કદાચ વિજ્ઞાની) આપણે ગુમાવી બેસીએ છીએ. આ નુકસાન એવું છે કે જે કોઇ પણ સંજોગોમાં ભરપાઇ થતું નથી.

છેલ્લા ત્રીસેક વર્ષ કરતાંય વધુ સમયથી ગુજરાતી વાચકોની જ્ઞાનભૂખ સ્કોપ અને સફારી જેવા જ્ઞાનવિજ્ઞાનના સામયિકો વડે સંતોષતા રહેલા હર્ષલ પબ્લિકેશન્સની મુખ્ય નેમ નવી પેઢીનાં ચંચળ મગજને યોગ્ય માર્ગે વાળવાની અને ખાસ તો આવતી કાલના સ્પર્ધાત્મક જગતમાં તેમને સફળ બનવા માટે તેમનું વ્યક્તિત્વ ઘડતર કરવાની છે. ફુરસદના સમયે ટેલિવિઝન પર મારધાડની અને ખૂનબળાત્કારની ફિલ્મો જોતાં બાળકોને જ્ઞાનવિજ્ઞાનના મહાસાગરમાં ઊંડે સુધી ડૂબકી મરાવી જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી તરફ વાળવાની છે.

આ વણઅટકી પ્રક્રિયા હર્ષલ પબ્લિકેશન્સે ‘સફારી’ થકી છેક ૧૯૮૧ થી ચાલુ રાખી છે. આ લાંબી અવધિ દરમ્યાન અનેક વાચકોની વિચારસરણી તેણે બદલી, વૈજ્ઞાનિક અભિગમ તેમનામાં ખીલવ્યોઅને તે અભિગમ વખત જતાં કેટલાકને ડોક્ટરની, ઇજનેરની કે પછી વૈજ્ઞાનિક તરીકે રીસર્ચ લેબમાં કામ કરવાની લાઇન તરફ વાળવામાં મદદરૂપ નીવડ્યો. ‘સફારી’નો ફાળો ભલે તેમાં પરોક્ષ ગણાય, છતાં ઉલ્લેખનીય છે. ભવિષ્યમાં આવનારાં વધુ કેટલાંક સીમાચિહ્ન પણ હર્ષલ પબ્લિકેશન્સ પાર કરશે, કેમ કે બે મહત્ત્વપૂર્ણ ટેકા તેને મળી રહ્યા છે. પહેલો સાથ સફારીના વાચકોનો, તો બીજો સાથ સફારીના તંત્રી નગેન્દ્ર વિજયનો !
 

હર્ષલ પબ્લિકેશન્સનું સામયિક સફારી વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, જીવજગત, વનસ્પતિજગત વગેરે જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતું પારિવારિક માસિક છે. આ સામયિકની મુખ્ય નેમ જનરલ નોલેજ વડે નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાની તેમજ આવતી કાલના સ્પર્ધાત્મક જગત માટે તેમને તૈયાર કરવાની છે. હાલની નવી પેઢી આજથી કેટલાંક વર્ષ અગાઉની એ જ વયની પેઢી કરતાં વધુ બુદ્ધિશાળી છે, વધુ જ્ઞાનભૂખ ધરાવે છે અને તેમની ગ્રહણશક્તિ પણ વધુ છે. કંઇક ને કંઇક નવું જાણવા માટે અને સમજવા માટે તે ઝંખે છે, છતાં આજના વૈશ્વિકરણના કહેવાતા યુગમાં તેમને બૌધિક ખોરાક તરીકે મોટે ભાગે તો ગુનાખોરી અને સેક્સ વડે ભરપૂર હિન્દી ફિલ્મો સિવાય કશું મળતું નથી. એક સમયે નવી પેઢીને થિયેટરમાં જતી રોકીને આવા વિકૃત ફિલ્મી કલ્ચરથી તેને ઘણે અંશે મુક્ત રાખી શકાતી હતી, પરંતુ હવે કેબલ ટી. વી. દ્વારા તે વિકૃતિનું આક્રમણ પરબારૂં ઘરમાં થવા લાગ્યું છે. બીજી તરફ આવા દૂષણથી નવી પેઢીને દૂર રાખવા માટે ગુજરાતનું સાહિત્ય જમાના પ્રમાણે બદલાયું નથી. જૂની ઘરેડમય વાર્તાઓ નવી પેઢીના વિચારશીલ અને કુતૂહલશીલ મગજને જ્ઞાન તો ઠીક, મનોરંજન પણ આપી શકતી નથી.

આ વાસ્તવિકતા વચ્ચે હર્ષલ પબ્લિકેશન્સનું સફારી અપવાદ છે, જે ૧૯૮૧માં પહેલી વાર શરૂ થયા પછી જમાના પ્રમાણે સતત બદલાતું રહ્યું છે. રસાળ તેમજ સરળ શૈલી વડે તેમજ ચિત્રો અને રેખાંકનો વડે સફારીએ અઘરામાં અઘરા વિષયોને પણ એકદમ સરળ અને રસપ્રદ બનાવીને વાચકો સમક્ષ મૂક્યા છે. વિજ્ઞાનના નામમાત્રથી કંટાળાની લાગણી અનુભવતા સરેરાશ વાચકને વિજ્ઞાનમાં ઊંડો રસ લેતો કરવાની સિદ્ધિ સફારીએ છેલ્લા સાડા ત્રણ દાયકાના સંઘર્ષમાં પ્રાપ્ત કરી છે. આ સામયિક આજે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં નિયમિતરૂપે પ્રગટ થાય છે.