• હેલ્પ ડેસ્ક • અબાઉટ અસ • સાઇટમૅપ • કૉન્ટૅક્ટ અસ • હોમ
અંક નં. ૧૯૦ | March 2010
સુપરસવાલ : ભારત અને રશિયાના સહયોગમાં બનેલું ફિફ્થ જનરેશનનું વિમાન કેવું છે?
આ પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચેના મજિયારા સાહસ બ્રહ્મોસ/Brahmos મિસાઇલ જેવો છે. (ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મસ્કવા એમ બે શબ્દો જોડીને બ્રહ્મોસ નામ પસંદ કરાયું છે.) આમ છતાં ભારતના સંરક્ષણ માટે બ્રહ્મોસની સરખામણીએ તે અનેકગણો વધુ મહત્ત્વનો છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતનો ગળીનો વેપાર જ્યારે બ્લૂ જિન્સની ફૅશન દોરી લાવ્યો
એક વખત એવું બન્યું કે સુતરાઉ કાપડ સહિત આઠદસ જાતના માલ વડે અગ્નિ એશિયામાં જાવાસુમાત્રાનાં બજારો સર કરી ચૂકેલા ગુજરાતી વેપારીઓ પોતાનો બિઝનેસ ઓર વધારવા પશ્ચિમ તરફ વળ્યા અને તેમનું પહેલું માલવાહક વહાણ એડન બંદરે પહોંચ્યું.
નાનીમોટી હરકતોથી માંડી હત્યા સુધીનાં કારસ્તાનો નોંધાવતા 'આઉટ ઑફ કન્ટ્રોલ રોબોટ્સ'
ભવિષ્યમાં માનવજાત પોતાનો ઘણો ખરો કાર્યબોજ રોબોટના માથે નાખી પોતે મનોરંજન અને મોજશોખ ભોગવવા મુક્ત રહી શકે તેમ છે એવા મતલબની ગુલાબી આગાહી સાચી પડવાનો ચાન્સ કેટલો?
હ્યુમન પાવર વડે ઇલેક્ટ્રિક પાવર તારવવાના ઇદં તૃતીયમ્ કીમિયા
નેધરલેન્ડના રોટારડેમ શહેરમાં Club Watt એવા સૂચક બેનરવાળી ડાન્સ ક્લબ છે. સૂચક એટલા માટે કે વીજળી માપવાના એકમ તરીકેનો વૉટ શબ્દ તેના નામમાં વપરાયો છે અને વગર કારણે નહિ.
નૃત્ય અને નકશા વડે વ્યક્ત થતી મધમાખીની ભાષાનું મેથેમેજિક
દિમાગને ચકરાવામાં નાખી દેતી માહિતીનો પટારો ખૂલે તે પહેલાં જાણીતી એવી થોડીક માહિતી : પરિપૂર્ણ કદના મધપૂડામાં આશરે ૫૦,૦૦૦ મધમાખીઓ હોય છે. ઈંડાં મૂકતી રાણી તેમાં સર્વેસર્વા છે અને તેનાં ઈંડાંનો દૈનિક આઉટપુટ સેકન્ડદીઠ લગભગ ૪૩ લેખે કુલ ૨,૦૦૦ નો હોય છે. બીજું એકેય કામ તે કરતી નથી એટલે સુધી કે જાતે કોળિયા પણ ભરતી નથી. સેવકો royal jelly કહેવાતા અત્યંત પૌષ્ટિક આહારના કોળિયા તેના મોમાં વારાફરતી મૂકી આપે છે. મધપૂડાની સામ્યવાદી પ્રકારની સમાજવ્યવસ્થામાં બીજો વર્ગ સેંકડો નર મધમાખોનો છે, પરંતુ તેમને પણ મહેનત સાથે ઝાઝી લેવાદેવા નથી. મધપૂડાનું બાંધકામ, ફૂલોની ખોજ, સાફસૂફીનું રોજિંદું કાર્ય, મધનું પ્રૉડક્શન, ષટ્કોણ ખાનાંમાં તેનું સ્ટોરેજ, મધપૂડાની સુરક્ષા વગેરે દરેક જવાબદારી હજારો શ્રમિકો સંભાળે છે, જેમની દશા સામ્યવાદી શાસન હેઠળના મજૂરવર્ગ કરતાં જુદી નથી.
આ વખતે સુપરક્વિઝમાં ઇન્ડિયા
ભારત વિશે આજ દિન સુધી કોણ જાણે કેટકેટલું લખાયું છે. હજી બીજું કોણ જાણે કેટલું લખાઇ રહ્યું છે અને ભવિષ્યમાં પણ કોને ખબર કેટલું સાહિત્ય ભારત વિશે લખાશે. પરંતુ વિષય તરીકે ભારત કદી શુષ્ક કે આઉટડેટેડ થવાનો નથી. આ એવરગ્રીન સબજેક્ટને ફોકસમાં રાખી કુલ મળીને ૧૪ સવાલો અહીં પૂછ્યા છે. દરેક સવાલ (અને તેનો જવાબ) તદ્દન ઑફબિટ કિસમનો છે. ભારત વિશેના જનરલ નૉલેજનો ગ્રાફ હજી ઊંચો જવાની ગેરન્ટી સાથે પ્રસ્તુત સુપરક્વિઝ વાંચો.
ફેક્ટફાઇન્ડર : સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી
Note
Note

સફારીનો આખો અંક એક જ ફ્લેશ ફાઇલના સ્વરૂપે છે અને બ્રાઉઝરની નવી વિન્ડોમાં તે ખૂલશે. આપના બ્રાઉઝરમાં પોપ અપ બટનને ડિસેબલ રાખશો.

Note
Note

સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ જેમણે ભર્યું છે એ ગ્રાહકો જ આખો અંક ઓનલાઇન વાંચી શકે છે. અન્ય વાચકો પ્રિવ્યૂ વર્ઝન પર ક્લિક કરીને સફારીના અંકની ટૂંકી ઝલક જોઇ શકે છે.

InstantAccess